ઊંડી ખીણમાં ગબડ્યો છું જ્યાં, માડી મને બચાવજે
હોશકોશ ઊડી ગયા છે મારા જ્યાં, માડી મને બચાવજે
ન જાણું ક્યાંથી આવ્યો આ જગમાં, માડી મને બચાવજે
ન જાણું જગ છોડી ક્યાં જવાનો, માડી મને બચાવજે
ઊંચકાતો નથી મારો ભાર જ્યાં, માડી મને બચાવજે
તારી તરફ દૃષ્ટિ માંડી બેઠો છું જ્યાં, માડી મને બચાવજે
જાણતો નથી તવ પૂજનવિધિ જ્યાં, માડી મને બચાવજે
અન્ય કોઈ નથી કોઈ સહારો જ્યાં, માડી મને બચાવજે
કેવળ નામ તારું હૈયે આવે છે જ્યાં, માડી મને બચાવજે
તારી આશ ધરી બેઠો છું જ્યાં, માડી મને બચાવજે
તેં તો તાર્યા છે અન્યને જ્યાં, માડી મને બચાવજે
તું તો કરુણાકારી છે જ્યાં, માડી મને બચાવજે
તું તો છે દીનદયાળી જ્યાં, માડી મને બચાવજે
આર્તનાદથી હવે તને પોકારું છું જ્યાં, માડી મને બચાવજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)