ખતરનાક ખેલ ખેલી રહ્યો છું, અમૂલ્ય પળો વેડફી રહ્યો છું
પ્રેમની સરિતામાં છે ન્હાવું, સંસારના ઝેર સાથે ખેલી રહ્યો છું
આનંદ ને આનંદમાં રહેવું છે જીવનમાં, રુદન સાથે ખેલ ખેલી રહ્યો છું
હૈયામાં મચ્યાં છે ખૂબ તોફાનો, ઇચ્છાઓના ખેલ ખેલી રહ્યો છું
શોધું છું સફળતાની ચાવી જીવનમાં, આળસના ખેલ ખેલી રહ્યો છું
સફળતાને સદા જીવંત રાખવા, નિષ્ફળતા સાથે રમત રમી રહ્યો છું
પામવા સાચું જ્ઞાન જીવન, સમજદારી સાથે ખેલ ખેલી રહ્યો છું
દિલ સાથે વધી ગઈ છે મહોબ્બત, ધડકન સાથે ખેલ ખેલી રહ્યો છું
જીવન જીરવાતું નથી સહેવાતું નથી, ધીરજ સાથે ખેલ ખેલી રહ્યો છું
મિટાવવો છે મારે મને મુજમાં, અસ્તિત્વ સાથે ખેલ ખેલી રહ્યો છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)