તારી મુલાકાત થાતી નથી, મુલાકાત થાતી નથી
અણુએ અણુમાં માડી તું તો વસી, તારી મુલાકાત થાતી નથી
અહંની ગોળી ગળાતી નથી, મુલાકાત તારી થાતી નથી
અણુએ અણુમાં પથરાય પ્રેમનો સાગર તારો, તોય પીવાતો નથી
કરી ખોટું ચિંતન, કરીએ ચિંતા ઊભી, તારું ચિંતન થાતું નથી
ફેરવીએ દૃષ્ટિ જ્યાં વસી તું ત્યાં, તોય દૃષ્ટિમાં આવતી નથી
કરીએ જીવનમાં વાતો ઘણી, તારી વાતો ઝાઝી થાતી નથી
કરેએ હરકતો નાદાનિયતભરી, તારાં બાળક તોય બનાતું નથી
સાંભળનાર તારા જેવી બેઠી, દિલ ખાલી તોય થાતું નથી
જીવનમાં અસર છે માયાની જ્યાં, અસર તારી હજી આવી નથી
કરવું શું ને કરવું શું નહીં, સમજવા છતાં સમજાતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)