મારા દિલમાં કેમ અંધારું છે, મારા દિલમાં કેમ અંધારું છે
જગમાં તેજ તારું પથરાયું છે, મારા દિલમાં કેમ અંધારું છે
તારી છબીમાં ભરી જીવ નીરખું, તેજ તારી છબિનું કેમ ના પથરાયું છે
સુરદાસને દૃષ્ટિ વિના દૃષ્ટિ દીધી, મારા દિલમાં કેમ અંધારું છે
દીધું મીરાંને દિન-રાતનું અજવાળું, મારા દિલને બાકી કેમ રાખ્યું છે
ભીંજવ્યાં દિલ તેં ભક્તોનાં, મારા દિલને ના કેમ ભીંજવ્યું છે
સુખસાહ્યબી ચાહી નથી મેં, દિલને દાન અંધારાનું કેમ દીધું
શું કરવું મારે આંખના તેજને, મારા દિલમાં તો અંધારું છે
ના નીરખું તને કે મને તો દિલમાં, મારા દિલમાં તો અંધારું છે
દઈ દે એક કિરણ મારા દિલને, પથરાય તારું ત્યાં અજવાળું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)