યાદ આવી ગયું, યાદ આવી ગયું, અચાનક બધું યાદ આવી ગયું
કર્યું શું બાકી રહ્યું શું, અચાનક બધું એ યાદ આવી ગયું
બાકી રહેલાએ ડંખ માર્યો દિલને, અચાનક યાદ બધું આવી ગયું
કરું શિકાયત કોને, ને શેની હતી ભૂલો મારી ને મારી યાદ આવી ગયું
જાગ્યા ઉકળાટ હૈયે ભલે એના, શમતાં બધું તો એ સમજાઈ ગયું
કાઢું દોષ ક્યાંથી બીજાના, હતા દોષ મારા, જ્યાં એ સમજાઈ ગયું
શમેલી પરંપરા ખેંચી ગઈ ભૂતકાળમાં, સ્પષ્ટ દૃશ્ય સામે આવી ગયું
હતી સીમા આ જનમ સુધીની, ધીરે ધીરે ત્યાં સુધી લઈ ગયું
જન્મોજનમની યાદ સુધી ના લઈ ગયું, યાદ પ્રભુની ચૂકી ગયું
જોયું અરીસામાં, યાદ તનડાંની મળી, ઊતર્યું અંતરમાં યાદ પ્રભુની પામી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)