હસતા હસતા સ્વીકારી નહીં હકીકતોને જીવનમાં, રોશો તો વળશે શું
સંજોગોને સમજ્યા નહીં, કાઢે આંખ હવે સંજોગો, નવાઈ પામો છો શું
વિવિધ વાનગી પીરસે છે કિસ્મત જીવનમાં, પૂરી કર્યાં વિના છૂટકો છે શું
રંધાયેલી છે તારે કાજે, પડશે ખાવી તારે ને તારે, ઇલાજ એના વિના બીજો છે શું
માલમસાલો દીધો કિસમત તારાં, કર્મો તો ચાવી છે, સામે ચોંકે છે એમાં શું
ઇન્કારની દીવાલ કરજે ના ઊભી, પડશે તારે ને તારે કૂદવી, એના વિના ઉપાય બીજો છે શું
દુઃખદર્દ ઘૂંટે છે શ્વાસો તારા, મૂંઝાય છે મનડું તારું એમાં, તારાં વિના કોણ સમજશે શું
હકીકતો છે દિલમાં ભરી, લઈને હથોડી કર્મોની હાથમાં, તોડ્યા વિના છૂટકો છે શું
દોમ દોમ સાહ્યબી કે આકરી ગરીબી છે ટ્રેન કર્મોની, ભોગવ્યા વિના છૂટકો છે શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)