જોયું ઘણુંઘણું જીવનમાં, નથી કાંઈ બધું સમજાયું
કર્યા કંઈક ઇશારા જીવનમાં, નથી કાંઈ બધું સમજાયું
કહેવા બેસું જ્યાં બધું, નથી કાંઈ બધું કહેવાતું
ડંખે દિલ જ્યાં દિલમાં, એક નજરે નથી તો જોવાતું
લાગણીઓનાં પૂરમાં તણાયા, નથી જલદી કહી શકાતું
અહંનાં વહેણમાં જ્યાં ડૂબ્યા, નથી સાચું કાંઈ સમજાતું
ઇચ્છાઓનાં પૂરમાં તણાયા, નથી અધવચ્ચે રોકાતું
પ્રભુપ્રેમમાં સ્થિરતા લાવ્યા વિના, નથી કાંઈ પમાતું
દુરાગ્રહમાં જ્યાં ફસાયા, કરવામાં નથી કાંઈ અટકાતું
અદમ્ય ઉત્સાહ વિના, કાર્ય જીવનમાં પૂરું નથી કરાતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)