દિલની ખ્વાહિશ છે દિલમાં, દિલનો તું બાદશાહ બનજે
મટી જાજે સેવક અવગુણો ને સદ્ગુણોનો તું સરતાજ બનજે
હિંમતને બનાવી દાસ તારો, જીવનનો ઝંડો ફરકાવી દેજે
દુઃખદર્દ સામે માંડયો છે જંગ, પાછું વળી ના એમાં જોજે
સાંકડી ગલીઓમાંથી પસાર થવું પડે, હૈયેથી હામ ના છોડી દેજે
સદ્ગુણોની રાખજે સદા ભરતી, ઓટ ના એમાં આવવા દેજે
સુખદુઃખને બનાવીને ધરી, વર્ચસ્વ એના પર સ્થાપી દેજે
દિલનો બાદશાહ બનીને, સામ્રાજ્ય શાંતિનું સ્થાપી દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)