હાથ પછાડી, પગ પછાડી, માથું પટકી, કદી કોઈનાં ભાગ્ય નવ પલટાયાં
પલટાયાં એ તો જ્યારે, સાચા યત્નોમાં, `મા' ની કૃપાનાં નીર સમાયાં
સૌ કરતાં કંઈ ઇચ્છાઓ, એમાંથી કંઈક તો નિરાશાને ભટકાયા
કંઈક અણધાર્યા મનસૂબા તો ફળતા, જ્યારે જેનાં ભાગ્ય પલટાયાં
કર્મો તો સર્વે અનેક કરતા, સર્વે કર્મો સફળતામાં નથી કદી બદલાયાં
વિચિત્ર દેખાતી `મા' ની આવી લીલા, એના ભેદ કદી ના પરખાયા
સફળતાના દાવા સાથે વાત કોઈ ન કરતું, હૈયામાં જ્યાં શંકાનાં બીજ રોપાયાં
ક્યારે કોણ હસતું કે રડતું રહેશે, એના ભેદ કદી ના સમજાયા
સફળતા, નિષ્ફળતાના હિસાબ દરેકના, જીવનના રહ્યા સદા ભુલાયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)