કરતા તો કર્મો કરી બેઠા, નજર માંડતા કર્મોથી ડરી ગયા
સુખની પળો દુઃખની પળો લઈ આવ્યા, કર્મો નજરમાં ના આવ્યાં
માંગ હતી શતરંજની દાવ જીવનમાં, ચાલ કર્મોની ચાલતા રહ્યા
મળી કંઈક હાર, કંઈક જીત, સરવાળે ત્યાં ને ત્યાં તો રહ્યા
અસહ્ય બન્યા તાપ જ્યાં કર્મોના, આકુળવ્યાકુળ બની ગયા
હાથ હેઠા પડતા ગયા જીવનમાં, હૈયામાં યાદ પ્રભુ આવી ગયા
મનડાંની ગાંઠ તનડાંથી બનાવી મજબૂત, સુખદુઃખ અનુભવતા રહ્યા
કામ હારી બેઠા જ્યાં જીવનમાં, પોકાર પ્રભુના હૈયેથી વધી ગયો
એક કર્મની ગતિ ના જીરવી શક્યા, અનેક કર્મોમાં હાલ બેહાલ થયા
અજબ-ગજબના કર્મોના સરવાળા, ઉકેલતા એને ગૂંચવાતા ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)