આવું ના કરો રે પ્રભુ, આવું ના કરો
ફેરવીફેરવી પ્રેમની ગલીઓમાં, વિરહ ઊભો ના કરો
ભાવેભાવમાં રમાડી, કુસંગમાં હવે ના ડૂબાડો
જગાવી દર્શનની લાલસા, માયામાં હવે ના ડૂબાડો
પ્રેમનાં મોતીની ધરવી છે માળા, ના એને તો તોડો
સુખની લીલીછમ વાડીમાં રાખી, દુઃખનાં ઝાડ ના ઉગાડો
અનેક સાથીઓ દીધા જીવનમાં, સાથ ના એનો તોડાવો
છે મંગળ નામ ને છો મંગળકારી, અમંગળ ના કરાવો
નાચવું છે તમારી ભક્તિમાં, માયામાં નાચ ના નચાવો
દિલના દરબાર છે ખુલ્લા તમારા, પ્રવેશ અમારો ના અટકાવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)