આવ માડી આવ, આજ વેગેવેગે આવ, મારી દૃષ્ટિ ની દૃષ્ટિ બનીને આવ
આવ માડી આવ, આજ માડી મારા દિલની ધડકન બનીને આવ
આવ માડી આવ, આજ વેગ વેગે આવ, સમજદારીની સમજ બનીને આવ
આવ માડી આવ, વેગેવેગે આવ, આજ મારા ઉકેલોની ચાવી બનીને આવ
આવ માડી આવ, વેગ વેગે આવ, મારા દિલની સંપત્તિ બનીને આવ
આવ માડી આવ, વેગેવેગે આવ, મારા દિલનો પ્રકાશ બનીને આવ
આવ માડી આવ, વેગેવેગે આવ, તારી પાસે પહોંચવાની મારી સીડી બનીને આવ
આવ માડી આવ, વેગેવેગે આવ, મારા દિલના ઉમંગોની ભરતી બનીને આવ
આવ માડી આવ, વેગેવેગે આવ, મારી ભક્તિની આરાધ્યા બનીને આવ
આવ માડી આવ, વેગે વગે આવ, મારા જીવનની શક્તિધારા બનીને આવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)