કરવા જેવું ના કર્યું જીવનમાં, આવ્યો ના ખ્યાલ શું થવાનું છે
પ્રભુ પ્રેમમાં ના પીગળ્યો, દિલ માયામાં પીગળતું તો રહ્યું છે
મન માયામાં ને માયામાં લોલુપતા પોતાની વધારી રહ્યું છે
જીવનજળ હાથમાંથી નીતરતું રહી, ખાલી થઈ રહ્યું છે
શ્વાસોની સરગમ ધીરે ધીરે થાપ ખાઈ, ધીમી થઈ રહી છે
ભુલી જીવન ધ્યેય, જીવનમાં ભ્રમણા વધતી ને વધતી રહી છે
જે નથી પોતાનું એને પોતાનું માની જીવન વીતી રહ્યું છે
રઝળપાટમાં વીતી રહ્યું છે જીવન, એ ખુદને ખ્યાલ આવી રહ્યું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)