સમય એના કાર્યમાં ગંભીર છે, માનવીની નાદાનીયત પર મનમાં એ હસે છે
વાદળ દઈ ના શકે છાંય સારા જગને, પતંગિયું છાંય દેવાની હોડ કરે
ગડગડાટે તો હૈયું ફફડે, કાળની સામે બાથ ભીડવા એ હોડ લડે
દુઃખદર્દના સપાટામાં તૂટી પડે, ભીંસ સમયની ક્યાંથી એ ઝીલે
ક્ષિતિજે ક્ષિતિજ રહે વિસ્તરતી, ના ક્ષિતિજને તો એ પહોંચી શકે
નાની મોટી ઇચ્છાઓના બંધનમાં બંધાઈ રહે, મુક્ત તોયે એ એને ગણે
દર્દના નામે એ તો દુર રહે, એ જ શૂરવીરતાની મોટી વાત તો કરે
મન માયામાં રમતું ને રમતું રહે, ને જગતમાં દેખાવા કાંઈ જુદા કરે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)