નશામાં નશીલી નજર ભળી, કુંવારી મહોબ્બતની કૂંપળો ફૂટી
નશાના જામ ઘૂંટાતા ગયા, દિલમાં ઇશ્કે મહોબ્બત ત્યાં ખીલી
દિલની દુનિયા ઇશ્કી બની, મહોબ્બત ત્યાં પૂરબહારમાં ખીલી
રચ્યા ઇશ્કે મહોબ્બત નવા ઇશ્કના રંગરોગાનથી દીધી રંગી
ઇશ્કને શરમની દોટ ચાલી, ઇશ્કે તો શરમની દીવાલ દીધી કૂદી
નજર એવી મળી નશીલી, નજરે દિલમાં ઇશ્કે તાંડવ ત્યાં દીધું રચી
સઘળા અંજામની ફીકર ત્યાં મટી, ઈશ્ક ની અમાનત જયાં મળી
ભ્રમણામાં ભટકવાનુ અટકી ગયું, ઈશ્ક-એ-ઈબાદતની જયાં મહેફિલ મળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)