ખોયો જીવનમાં સમજણનો સથવારો નયનોએ ધર્યો શરમનો અચંળો
તોયે હજી દિલમાં તો ભરી ભરી છે મુક્તિની ઝંખના
ખોઈ બેઠો ઇબાદતમાં આસ્થા, રહ્યો ફરતો માયાની ગલીઓમાં ..
સાંજ સવાર રહ્યો ઇચ્છાઓ વધારતો, રહ્યો એના વમળોમાં અટવાતો ..
છૂટ્યા ના કર્મોના બંધન, રહ્યો નીત નવા કર્મો જીવનમાં બાંધતો..
તજી પ્રેમપૂર જીવનમાં, કર્યો વસવાટ જીવનમાં શંકાપૂરમાં..
પાંગળા પૂરુંર્ષાથે રથ હાંક્યો જીવનનો, રહ્યો કર્મોમાં તો તણાતો ..
સુખ દુઃખનો દોર, રાખી ના શક્યો જીવનમાં તો હાથમાં ..
પાપનું પલ્લું જીવનમાં, રહ્યો ભારે એને તો બનાવતો ..
અદાવતમાં પૂરો, સમજણમાં ઝીરો, આવ્યું ના કાંઈ હાથમાં ..
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)