છૂટકો નથી એકબીજાના પૂરક બન્યા વિના, શાને એકબીજાના પૂરક ના બનીએ
છીએ એકબીજા એક બીજાનું પ્રેમપાત્ર, શાને એકબીજાનું પ્રેમપાત્ર ના બનીએ
છીએ એકબીજા, એકબીજાનું દર્શન અમે, શાને એકબીજાના દર્શન ના કરીએ
છીએ અમે તો તારી દૃષ્ટિમાં, શાને એકબીજાની દૃષ્ટિમાં ના રહીએ
રહ્યા છીએ કરતા યાદ એકબીજાને, શાને એકબીજાને યાદ ના કરીએ
સમાવવા છે એકબીજાએ હૈયામાં, શાને એકબીજાના હૈયામાં ના સમાઈએ છે
એકબીજા વિના લાગે અધુરું, શાને એકબીજાના પૂરક ના બનીએ
છે એકબીજાનો હાથ એકબીજા વિના ખાલી, શાને એકબીજા હાથ ના મેળવીએ
કહેવી છે વાત એકબીજાએ, શાને એકબીજાને એકબીજાની વાતો ના કરીએ
આનંદ ઉલ્લાસના બનવું છે ભાગીદાર તો શાને એકબીજા સંગ અમે ના રમીએ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)