રોકશો ના મને મંઝિલે પહોંચવા કોઈ મને રોકશો ના
કરશો યત્નો રોકવા મને, તોય હું રોકાઈશ ના
કર્યો નિર્ણય પહોંચવા, નિર્ણય મારો બદલાવશો ના
નિર્ણય છે મારો પાક્કો, નિર્ણયમાંથી પાછો વાળશો ના
કરી હિંમતની દોલત ભેગી, લીધો છે નિર્ણય આ
મારા લીધેલા નિર્ણયને, તોડાવશો ના રોકશો ના
દઈ આશ્વાસનો ખોટાં, મંઝિલ અમારી ચૂકાવશો ના
બદલીએ વારેઘડીએ મંઝિલ, નથી કાંઈ અમે એવા
અટકાવ્યા નથી અમે તમારી મંઝિલે પહોંચતા
કરશો ના કોશિશ અમારી મંઝિલે પહોંચવા
કાંઈ પામી પ્રભુ, બનવું છે અમારે તવા જેવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)