પ્રકાશમાં ચાલશે જ્યાં, પડછાયો તો આવશે સાથે-સાથે
અંધકારમાં પડછાયો નહીં જડે, એકલતાથી તું જરૂર મૂંઝાશે
વહેણમાં જ્યાં તરશે તું, તરશે નહીં તો પણ તણાઈ જાશે
વહેણની સામે તરવા, તારી શક્તિ જરૂર ખૂબ વેડફાશે
અનુભવે પણ જગમાં જો શીખીશ નહીં, તો શીખશે તું ક્યારે
કોઈના અનુભવે શીખવા મળે, બંધ ના કરતો તારી બારી ત્યારે
નજર સામે સૌને ખાલી હાથે જતા જોઈ, મનમાં વિચારજે
માયા ભેગી કરી હશે તેં, તારાથી પણ સાથે નહીં લઈ જવાશે
જ્યારે પ્રસંગો રચ્યા છે કર્તાએ, એ આવશે ને સદાય જાશે
કર્તાએ કરવા ધાર્યું હશે, ને ત્યારે તે તેમ જ જરૂર એ તો થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)