કેદ કેદ કેદ, જીવનમાં કોઠે પડી ગઈ તો છે કેદ
કેદ સ્વીકારી આવ્યા આ જગમાં, કોઠે પડી ગઈ છે કેદ
છૂટી ના શક્યા જ્યાં કેદમાંથી, શણગારી એવી કેદ
પંચમહાભૂતોના બનીને કેદી, સ્વીકારી ઉમરકેદ
કોઠે પડી ગઈ કેદ એવી, મુક્તિ કરતા લાગે મીઠી કેદ
નામ તો જુદાં જુદાં એના સળિયાના, એકની એક એ તો કેદ
પ્રેમ કહો ભાવ કહો, રૂપ સપનામાં જુદાં પણ આખરે એ તો કેદ
અવગુણો તો કાયમી કેદ છે, સદ્ગુણો પણ મીઠી કેદ
રહ્યું જીવન વીતતુ કેદમાં, રહે આસપાસ ફરતી કેદ ને કેદ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)