કહેવા બેઠા વાત પ્રભુ તને, શાને એમાં છુપાવવું
પૂછવા બેઠા જ્યાં તને પ્રભુ, શાને એમાં તો અચકાવું
કર્મો કર્યા જ્યાં હોંશથી, ફળ મળતા શાને અચરજ પામવું
હાથના કર્યા હવે જ્યાં હૈયે વાગ્યા, પડે છે એમાં પસ્તાવું
પ્રેમના મારગ છોડી જીવનને, શાને અસ્ત વ્યસ્ત બનાવવું
ખોઈ સમજદારી સારી, જીવનને શાને દુઃખિયારું બનાવવું
અરિસા સામે બેસીને શાને નજર ચોરાવી કે મોઢું છુપાવવું
જેની સામે છૂપુ નથી કાંઈ, એનાથી શું છૂપાવવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)