ના જાજે તું મંદિરમાં, ના જાજે તું મસ્જિદમાં
જાવું હોય તો જાજે ઊંડે ઊતરી, તું તારા અંતરમાં
ના રહેજે ક્રોધમાં, ના રહેજે સ્વાર્થમાં, રહેજે સદા ભક્તિમાં
ના ડૂબજે તું અહંમાં, ડૂબવું હોય તો ડૂબજે પ્રભુ પ્રેમમાં
થાશે ભૂલો ઘણી જીવનમાં, કરતો ના ભૂલ પ્રભુને ભૂલવાની
જાગશે શક્તિ સત્ય આચરવામાં, ના ઊણો ઊતરજે એમાં
વિતાવજે જીવન સદ્ગુણો ભેગા કરવામાં, રહેજે સદા પ્રભુના વિશ્વાસમાં
મોટાઈ છે નમ્ર બનવામાં, ચૂક્તો ના નાનાને માન આપવામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)