`મા' ને મળવાને કાજ, જગમાં યુક્તિઓ અનેરી થાય
ક્રોધથી કોઈ દોડે સામે, કોઈ પ્રેમથી ભેટવા દોડી જાય
કોઈ એક પગે તપ તપે, કોઈ અપવાસ કરતા જાય
કોઈ ભજનમાં ભાન ભૂલે, કોઈ `મા' ના ધ્યાનમાં ડૂબી જાય
કોઈ `મા' ના પૂજનમાં ડૂબ્યા રહે, કોઈ `મા' નું સ્મરણ કરતા જાય
કોઈ દયા-ધરમ હૈયે ધરી, સૌની સેવામાં નિત્ય લાગી જાય
કોઈ તીર્થધામોમાં ફરે, કોઈ સંતોની સેવા કરતા જાય
કોઈ યજ્ઞયાગાદિ કરે, કોઈ ભૂખ્યાને ભોજન દેતા જાય
કોઈ પૂજાપાઠ કરી, કોઈ નિત્ય દેવમંદિરે દર્શને જાય
જેને જે-જે રસ્તો જચ્યો, તે રસ્તે તે તો ચાલ્યા જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)