Hymn No. 419 | Date: 29-Mar-1986
|
|
Text Size |
 |
 |
દર્દ જાગ્યું છે એવું દિલમાં, નથી સહી શકાતું, નથી કહી શકાતું વહે છે અશ્રુ દિલમાં, નથી સહી શકાતા, નથી દેખાડી શકાતા જાગે છે ફરિયાદ હૈયે મા, નથી સહી શકાતું, નથી કહી શકાતું વેદના ભરી છે હૈયે ભારી મા, નથી રડી શકાતું, નથી સહી શકાતું તલસી રહ્યા છે નયનો દર્શન કરવા તારા, નથી બોલી શકાતું, નથી સહી શકાતું હૈયે જાગી છે મૂંઝવણ ભારી, નથી છોડી શકાતી, નથી છૂટી શકતી કહેવા ચાહું ઘણું તુજને મા, નથી બોલી શકાતું, નથી કહી શકાતું દોષ દેવા `મા' જઈને કોને, નથી મિટાવી શકતો, નથી દેખાડી શક્તો હસવું પડે છે તોયે મારે જગમાં, હૈયું નથી દેખાડી શકાતું, નથી બોલી શકાતું આવે છે ઊપાધિ ઘણી જગમાં, નથી છોડી શકાતી, નથી ઘટાડી શકાતી કર્તા તું છે જગમાં સર્વની, નથી કંઈ તું બોલતી, મૌન તારું નથી તોડી શકાતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|