છે અદાલત પ્રભુ તારી તો કેવી, શરાફતને તું શરાફતથી તોલે
ના રોકે શરમમાં કોઈની આવે, સાચી હકિકત નજરમાં તો રાખે
દુઃખદર્દની ચીસ સાંભળે ના સાંભળે, સાચા ભાવને નજરમાં રાખે
જગમાં હૈયામાં ભરેલા વેરને જીવનમાં, તો તું પ્રેમથી તો મારે
ભાવને ભાવથી હૈયું ભરેલું રાખે, નિર્મોહી પણું છતાં તું સાચવે
કર્મોની શિક્ષા ભલે તું આપે, હૈયા સહુના તું પ્રેમથી જીતે
યોગ્યતાને સદા કસોટીએ ચડાવી, વિશુધ્ધતાનાં વસ્ત્ર એને પહેરાવે
કર્મોના ભારે થાયે માનવ દુઃખ નામનું અમૃત એને તો પાયે
વર્તન જીવનમાં બેહુદા રાખે, જીવનના દુઃખો એને એ સમજાવે
રાખ્યો તો ઇન્સાનને પૂરુંષાર્થથી ખાલી, કરી પૂરુષાર્થ જીવનમાં પામે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)