આવી આવી રૂમઝૂમ પગલે, જીવનમાં એ તો આવી
ઊંચી આંખ કરીને જોયું, હતી કિસ્મત એ તો મારી
અચરજમાં નાખી દીધું, એના રૂમઝૂમ પગલે તો ભારી
કદી માંડ્યા સૂરો મીઠા મધુરા, કદી જીવનને દીધું વેતળ બનાવી
પૂછી ના શક્યો કારણ એને, હતું મુખડું પડળમાં છુપાવી
મોહક હાસ્ય વેરતી, રૂમઝૂમ પગલે એ તો આવી
પૂછવું હતુ એને હૈયામાં, જાગી હતી તો કંઈક પ્રશ્નાવલી
મનમોહક એના હાસ્યએ દીધું, બધું મને મારું ભાન ભુલાવી
હતી સાથેને સાથે પડછાયો બની, હતી જીવનમાં એ છૂપી
કદી દીધો પ્યાર ભરપૂર, ગઈ કદી તમાચા મારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)