રહેશો ના રહેશો ના, નયનોથી દૂર તમે રે પ્રભુ
છે એક મારા તલસતા નયનોનો આધાર, તલસાવો ના હવે વધુ
ચાહે હૈયું સમાવવા તમને, નયનો ચાહે જોવા તમને
વસો આવી હૈયામાં ભલે, નયનોથી દૂર રહેશો ના
રહેશો જો નયનોથી દૂર, વહેશે નયનોથી આંસુઓના પૂર
બન્યા છો જીવનમાં જ્યાં નયનોના નૂર, રહેશો ના તમે દૂર
કરે કસૂર હૈયું, કરાવે કર્મો કસૂર, લેતા ના દિલ પર કોઈ કસૂર
ભર્યા છે હૈયામાં ભલે ભાવો, છે નયનો પણ ભાવોથી ભરપૂર
પામશો પ્યારભરી શીતળતા નયનોની, મળશે સાંભળવા હૈયાને મીઠા સૂર
નયનોની નઝાકતથી, હૈયાની હૂંફથી રહેજો ના તમે દૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)