એકવાર તો કહી દે મને પ્રભુ, હું શું કરું એ તને ગમે
કરું ધારણ ગંભીરતા કે બાલીશતાભર્યું મારું બાળપણ ગમે
સરળતાની પાર કરું સીમા, કે વસાવું પૂર્ણ પ્યારને હૈયામાં
કરું શાણપણ ભરી વાતો, કે તારા પ્યારની દીવાનગી ગમે
સુખ દુઃખની કરું ફરિયાદ, કે પચાવું જીવનની વાસ્તવિકતા
નીત્ય જપું નામ તારું, કે જગમાં સર્વત્ર નીરખું તને
પ્રાણીમાત્રને વંદન કરું, કે કરી ઉપવાસ જીવનમાં તપ કરું
મારા દિલના શબ્દકોષમાંથી પાપ શબ્દને કાઢી નાખું એ ગમે
તને એકમાત્ર સત્ય સમજું, સત્ય બીજું ના સમજું એ ગમે
હસતા હસતા કહે પ્રભુ, હર હાલતમાં ચિત્ત તારું મુજમાં રહે એ ગમે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)