ઉષાએ જીવનમાં જીવનને તાજગી દીધી મને હું એમાં અડગ રહ્યો
સંધ્યાના આગમન પહેલાં કેમ જીવનમાં અડગ તું તૂટી ગયો
ઉલેચવા અમારા અંતરના રે અંધારા, માડી તમો પ્રકાશ બનીને આવો
છે મુસાફરી અમારી અજાણી રાહની રે માડી, મારગે હાથ અમારો ઝાલજે
છે મારગ તો લાંબો લાંબો રે માડી, તમારી વાતો નો છે અમને સથવારો
દેખાય ના અમને ખાડા ટેકરા રે માડી, બાહ્ય અમારી તો એમાં પકડી
સંસાર તાપમાં તરસ્યા થયા છીએ, પીવરાવી પ્રેમરસ તરસ છિપાવો
સુખ દુઃખ છે તડકા છાંયડા સંસારના, સંસારના તાપથી અમને બચાવો
ઘડી નજરમાં આવો, ઘડીમાં ઓજલ થાવ, અમારી સાથે રમત આવી ના રમો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)