જોતા મુખડું માડી તારું, અમને એ અમારું ને અમારું લાગે છે
બનીએ મસ્ત અમે એમાં જ્યાં, અમને એ પ્યારું ને પ્યારું લાગે છે
રહીએ અમે એને નીરખતાને નીરખતા, અમને એ દુઃખ હરનારું લાગે છે
ના કંટાળીએ જોતા અમે એને, અમને અમારી એ દોલત લાગે છે
જોઈએ જયાં તારા મુખડાને, અમારા હર ભાવને એ સમાવનારુ લાગે છે
મલકતું મુખડું તારું, અમારા સઘળા સંતાપ હરનારું એ લાગે છે
મુખડું જોતા મળે શાંતિ એવી, અમારી સઘળી ચિંતા હરનારું એ લાગે છે
જોઈ એને ખોઈએ સઘળી ભાન અમારી, એ ચિત્ત ચોરનારું લાગે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)