જાય ના જાય ના, આયખું તારું એળે જાય ના
ખોટા વિચારોને ખોટી વાતોમાં, જોજે સમય તારો વેડફાય ના
કરવું છે શું, કરી લે નક્કી જોજે એ જીવનમાં વિસરાય ના
સમયની મુડી લઈ આવ્યો તું જોજે ફોગટ એ ખર્ચાય ના
મળ્યો છે મનુષ્ય દેહ તને, દુરુપયોગ એનો થાય ના
પળ પળ ને ક્ષણ ક્ષણ તારી, વ્યર્થ એળે જાય ના
જોજે ખોટી ઇચ્છા ને ખોટી ભ્રમણામાં, તું ભાન ભુલી જાય ના
મંઝિલ પામ્યા વગર, જીવન તારું વીતી જાય ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)