સમજની સમજની દીવાલો તૂટી, જ્યાં સમજની સમજમાં ગાબડું પડયું
હૈયું સમજની સમજમાં પોરસાતું હતું, જોઈ ગાબડું અચરજ પામ્યું
હર હાલમાં સમજ ખુશમાં હતી, આજ સમજ દુઃખી બની ગયું
હરેક પ્રસંગમાંથી સમજ મારગ કાઢવું, એજ સમજમાં આજ ગાબડું પડયું
સુખની સલામતીમાં શું ઓછું આવ્યું, સમજ અલિપ્ત ના રહી શક્યું
સમજથી પામવુ હતું બધું ને સમજ થાવું હતું, સમજ ઉપાધિ લાવ્યું
જાગીના સાચી સમજ જયાં અમારામાં, ગેરસમજમાં જીવન ઘસડાયું
તરસ્યું રહ્યું જીવન અમારું, સાચી સમજ સમજને ના સમજાયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)