અમારા આંસુઓમાં વંચાણી, ના શું કોઈ કહાની
શું એ વહી ગયાં વ્યર્થ બનીને, તો આંખોનાં પાણી
દુઃખના દાવાનળની જવાલા, હૈયાથી ના જીરવાણી
વહી ગઈ ધારા આંખમાંથી, બનીને એની સરવાણી
ઉઠયાં તાંડવ જ્યાં હૈયામાં, બની અસહ્ય જીંદગાની
જીરવાયાં ના આંસુઓ આંખોનાં, વહ્યા બનીને એની સરવાણી
જીરવાયોના જીવનનો તાપ, જીવન કર્યું એમાં ધુળધાણી
વાત હતી સહેલીને સરળ, તોય અમને ના સમજાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)