મનવા રે (2) શાને તું અકળાય છે, શાને તું મુંઝાય છે
કરી કરી ઇચ્છાઓ ઊભી, એની પાછળ દોડતોને દોડતો જાય છે
થાતી નથી બધી ઇચ્છાઓ પૂરી, કેમ ના એ સમજાય છે
પ્રેમનું પાત્ર સોંપી દિલને, વિચારો પાછળ દોડે જાય છે
ખોટા વિચારોને ખોટા કર્મો પાછળ, શાને સંકળાય છે
કરવી પડતી નથી તારે તૈયારી, ધારે ત્યાં તું પહોંચી જાય છે
મન છે તારામાં પૂરી શક્તિ, શાને જગમાં ભેગું કરવા લલાચય છે
કરી કરી સંગ્રહ શક્તિનો, બની શકે શક્તિનો મહાસાગર તોયે શાને મુંઝાય છે
હણતો જાય છે શક્તિ તારી તારા હાથે, પછી શાને પસ્તાય છે
જીવનમાં દુઃખનો સંર્જક બનીને, શાને દુઃખીને દુઃખી થાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)