પોકાર કર્યો `મા' તને મેં ઘડી-ઘડી, તોય દોડી તું આવી નહીં
વિધાતા કંટક ઝીલ્યા ઘણા, પણ તારી કૃપાનાં ફૂલ વરસ્યાં નહીં
શ્વાસોશ્વાસ મુશ્કેલ બન્યા, સ્મશાનની ઘડી મારી ગણાઈ રહી
સહાય મળશે હવે જો તારી, ઉપયોગ એનો તો રહેશે નહીં
ચિંતા કરાવી, કરાવી અંતે હૈયામાં તો એની રાખ બની
હવે સહાય કરવા દોડી આવી, મશ્કરી મારી કરતી નહીં
પોકાર કરી-કરી થાક્યો હું તો, તોય તું તો દોડી આવી નહીં
દર્દે જોર કર્યું ત્યારે દવા દીધી નહીં, હવે દવા માડી દેતી નહીં
અસહાય બની માડી ઘૂમ્યો ઘણો, સહારો તારો તો મળ્યો નહીં
અસહાય હાલત સહી લીધી, હવે મદદ તું તો કરતી નહીં
હર હાલતમાં પસાર થયો, તું તો મને સદા નીરખી રહી
જરૂરિયાત પડી હતી જ્યારે ઘણી, ત્યારે તું તો આવી નહીં
હર પોકારમાં મારી માડી, આશ સદા વણાતી રહી
માયાનું તારું એ રૂપ સમજાયું નહીં, તું મુજથી દૂર રહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)