મંગળ વરસાવજે `મા' તું મંગળ વરસાવજે
આવી છે `મા' તારાં નોરતાંની રાત
કુમકુમનાં પગલાં માડી તારાં તું પાડજે, તારાં તું પાડજે
સઘળે આનંદ-ઉલ્લાસ છવાય
બાળકો હૈયે આતુરતાથી માડી, આતુરતાથી માડી
જોઈ રહ્યાં છે તારી વાટ
કૃપાનાં છાંટણાં તારાં તું છાંટજે માડી, તારાં તું છાંટજે
જોજે ખાલી ના જાયે આ નોરતાંની રાત
દયાનાં દાન માડી તું તો દેજે, તું તો દેજે
બાળકો જોઈ રહ્યાં છે એની વાટ
આનંદ અનેરો ઊભરાયે માડી, ઊભરાયે માડી
જોજે ઓટ એમાં ન આવી જાય
રાસ ને ગરબા માડી ગવાયે તારા, ગવાયે તારા
આવીને એ તું સાંભળતી જા
દેવ, ગંધર્વ, મુનિવર સૌ નીરખી રહ્યા છે, નીરખી રહ્યા છે
એ તો ફૂલડાં વરસાવે સારી રાત
હૈયેહૈયું તલસી રહ્યું છે માડી, તલસી રહ્યું છે
તારાં દર્શન કરવાને માત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)