આવ્યું રે, આવ્યું રે, વગર પાંખે પંખી જગમાં એકલું ને એકલું
મળ્યાને મેળવ્યા કંઈક સાથીઓ, લાગ્યું તોયે છે એ એકલું ને એકલું
ભૂલ્યો જગમાં, ફફડાવી પાંખો, સ્થાન પોતાનું તો ગોતવું
સુઝી ના દિશા એને એની, જગમાં, દિશાશૂન્ય એમાં એ બન્યું
રાહેને રાહે પડયા છૂટા સાથીઓ, જગમાં રહ્યું એકલું ને એકલું
કરી કોશિશ ઘણી સાથીને શોધવાની, તોય રહ્યું જગમાં એ એકલું ને એકલું
માયામાં મોહાઈ ને લાલસામાં લપેટાઈને, રહ્યું જગમાં એ એકલું ને એકલું
અસત્ય પાછળ દોડયું એવું, ભુલીને સત્યને જગમાં, રહ્યું એ એકલું ને એકલું
ભુલ્યો પોતાને ના કર્યો એનો વિચાર, રહ્યું એ એકલું ને એકલું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)