પોલી પોલી બંસરીમાંથી, કઢાવજે મીઠા મધુરા રે સૂર
કર્મોથી બની ગયા છીએ પોલાને પોલા, કઢાવજે એમાંથી મધુરા રે સૂર
કાઢી સૂરો સૂરીલા જીવનમાંથી, ઉપજાવજે જીવનનું સંગીત મધુર
છીએ ઉત્સુક અમે જીવનમાં, સ્પર્શ પામવા તારા હોઠોના મધુર
કરી ભાર જીવનનો ખાલી, બનવું છે હળવાફૂલ રે મારા ગિરધારી
સાંભળ્યા જેણે જેણે, તારી બંસરીના મધુરા રે સૂર
ધન્ય બન્યું જીવન એનું, પથરાયું જીવનમાં અલૌકિક નૂર
રાખતો ના હાથ તું ખાલી તારા, ધરજે હાથમાં બંસરી મધુર
યુગો યુગોથી તલસે છે હૈયું અમારું, સાંભળવા તારી બંસરીના સૂર
લૂંટી ના લેજે શાંતિ હૈયાની, ડુબાડી તારી માયામાં પ્રચૂર
પાઈ પાઈ જળ ભક્તિના જીવનમાં, ફૂટયા નથી હૈયામાં અંકુર
કાઢજે ના ભૂલ અમારી, ભૂલી ના જાજે દિલમાં લાવવા અમારી ભક્તિના સૂર
ખીલી જાશે જીવન એમાં અમારું, બની જાશું જ્યાં તારી બંસરીના સૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)