નડે છે નડે છે જીવનમાં સહુને, કરેલાં કર્મો સહુને નડે છે
કરે કામ જીવનમાં સહુ, સહુને વચ્ચે નાક પોતાનું નડે છે
હર વાતમાં ભણે નનૈયો, પોતાનો નનૈયો પોતાને નડે છે
તજ્યો ના અહં જીવનમાં જ્યાં, પોતાને અહં પોતાનો નડે છે
ભૂલી ના શક્યા દુઃખદર્દ જીવનમાં, જ્યાં યાદો એની તો નડે છે
મધ્યમાં જયાં રાખ્યા પોતાને, ત્યાં અસ્તિત્વ પોતાનું નડે છે
પામી ના શકયા શાંતિ જીવનમાં, ખુદની ઇચ્છા ખુદને નડે છે
ભ્રમણા ભાંગી ના શક્યા, પોતાની વૃતિઓ પોતાને નડે છે
સાચુ સમજી ના શકયાં જીવનમાં, નાસમજી પોતાની પોતાને નડે છે
અપનાવી ના શકયા અન્યને જીવનમાં સંકુચિતતા નડે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)