માગ્યા મળતા નથી ટક્યા ટકતા નથી, સાથ વિશ્વાસના હૈયામાં
મળ્યા બુંદ બે બુંદ જ્યાં એના, હૈયે ફુલાયા વિના ના રહ્યા
છે ચીજ એવી એ જગમાં, ના વેચાતી મળે, નથી ખરીદી શક્તા
વરસે વર્ષા ઓચિંતી એના જીવનમાં, બદલાવ્યા વિના નથી એને રહેતા
લોભલાલચે જીવનમાં, ધસી નાંખ્યા જગમાં એનાં ઝરણાં
જમાનાને જમાના ગયા બદલાતા, ઝરણાં એનાં ના શોધી શક્યાં
જઇને ક્યાં એ વસ્યા, નથી સરનામાં એનાં શોધ્યાં મળતાં
દુઃખદર્દની વધી હૈયે વસતિ, ભર્યા વિશ્વાસે હૈયેથી ઉચાળા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)