આજ તમારા હૈયાના મનસુબા, જરા હોઠ પર એને આવવા દો
રાખ્યા છુપા ઘણા એને તમે હૈયામાં, આજ એને બહાર આવવા દો
રહ્યું જગ અજાણ્યું તો એનાથી, જગને આજ જાણવા દો
વળ્યું શું રાખી એને છુપા, કોઈક દિલમાં એને વસવા દો
બન્યું છે દર્દી જ્યાં દિલ એનું, જગમાં દવા એની ગોતવા દો
એકલા ઊચક્યા ભાર જગમાં, એના ભાર તો એનો વહેંચવા દો
ખબર નથી થાશે પૂરો ક્યાંથી એનો, ખોજ એની તો કરવા દો
ઘૂંટી ઘૂંટી એને દિલના કોઈ ખૂણામાં, ના એને મૂરઝાવા દો
હમદર્દી તો મળશે જગમાં એની, એના હમદર્દી ગોતવા દો
મનસુબાને બનાવી મંઝિલ, જીવનમાં મંઝિલ એ સર કરવા દો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)