અસ્થિર મનનાં એંધાણ મળ્યાં, ભાવની અસ્થિરતામાં
જીવનની અસ્થિરતાના એંધાણ એમાં મળતા ગયા
લઈ ના શક્યા નિર્ણય જીવનમાં, પ્રદર્શન અસ્થિરતાના થઈ ગયા
સુખના કિનારે જીવન નાવને ના લાંગરી શક્યા
હસતા ખેલતા સંસારમાં, વહેણ શંકાનાં જ્યાં ઊભાં થયાં
શાંતિના ચીર ખેંચાયા, અસ્થિરતાના પ્રદર્શન વધતા ગયા
હળવેથી ના લેતા આને જીવનમાં, પ્રગતિમાં અવરોધક બન્યા
અસ્થિર મનને અસ્થિર ભાવો, જીવનને નીચે લાવતા ગયા
પ્રેમમાં અસ્થિરતા, વિચારોમાં અસ્થિરતા, વિશ્વાસમાં અસ્થિર બન્યા
બની અસ્થિર મંઝિલ, એમાં મંઝિલે ના પહોંચી શક્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)