નાની અમથી એવી હતી વાત, શાને દીધું મોટું રૂપ
દઈ દઈ રૂપ એને મોટું, મેળવ્યું જીવનમાં શું સુખ
શાંતિ ગઈ હરાઈ એમાં તારી, આપીને મોટું રૂપ
શાને સમજી બેઠો તું તને, બહુ મોટો ને મોટો ભૂપ
કરી એવી હરકતો જીવનમાં, એમાં પામ્યો બહુ દુઃખ
ના અન્યની સાથે તાલ તે મેળવ્યું, સમજી સાચું રૂપ
સુખ સગવડ કાજે જીવનમાં, ધર્યું સ્વાર્થનું રે રૂપ
ના રાખ્યું દિલ મોટું, ના રાખ્યો જીવનમાં તે કોઈ સુખ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)