મનડાને સાથે લઈ પગથિયાં ચડતો, માડી આવવું છે તારી પાસે રે
પગથિયે-પગથિયે અસુરો મળતા, વર્ણવું માડી તને તો કેટલા રે
પકડી લેતા એ તો પગ મારા, મુશ્કેલ કરે આવવું તારી પાસે રે
માયા હૈયાને એવી તો વળગી, કઠણ બને ભરવા ડગલાં તારી પાસે રે
ઘડીએ ઘડીએ રૂપ એનું બદલે, મુશ્કેલ બને એને ઓળખવી રે
નિરાશા સદા હૈયાને ઢંઢોળે, ક્રોધ એ તો સાથે લાવે રે
લોભ પણ એનો ભાવ તો ભજવે, વિચલિત સદા બનાવે રે
કામ કંઈ કરવું બાકી ન છોડે, હાલ બેહાલ મારા બનાવે રે
અધૂરામાં પૂરું, હૈયે મદ ના હઠતો, માર્ગ અવળો સુઝાડે રે
બોલ મારી માડી, આ બધા પગ મારા પાછા પાડતા રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)