એકવાર આવી જા આવી જા પ્રભુ, મારી સામે તું
નિહાળતા નિહાળતા તને રે પ્રભુ ના થાકીશ તો હું
રચાશે તારા મૈત્રી નયનોની, હટાવજે ના નજર તું
કહેવાય છે પૂર્ણકામી તું, નથી કામના વિનાનો હું
કરીશ ના ફરિયાદ તને, રાખજે ખાત્રી એની તો તું
વહેશે આનંદનો પ્રવાહ હૈયામાં, બંનેના આનંદિત બનીશ હું
તારા માટે હશે ના નવું, મારા માટે હશે નવો તું
કહી ના શકીશ કોઈ વાત તને, ડૂબેલો હોઈશ આનંદમાં હું
યકીન છે દિલમાં મને, જાળવીશ સબંધ તો તું
ખસવા નહીં દઉં તને નજરમાંથી, નિહાળતો રહીશ તને હું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)