જગમાં જ્યાં તું જાણે સર્વ કાંઈ, પ્રભુ અણજાણ તું કેમ બને
હૈયેથી કરું કરુણ પોકાર, પ્રભુ મૌન ત્યાં તું કેમ ધરે
વાત મારી તું તો સમજે બધી, પ્રભુ કર્મો મારાં નીરખી રહે
ભૂલો કરતો હું તો સદાય, પ્રભુ તું તો સદા મને માફ કરે
જગમાં હું તો ગોથાં ખાતો, પ્રભુ તું અંતરથી સાદ પાડે
રસ્તે જ્યાં હું અટવાઈ જાઉં, ત્યાં તું તો માર્ગ બતાવે
લાલચમાં જ્યાં લપટાવું હું, પ્રભુ સાન મારી તું ઠેકાણે લાવે
તારે માર્ગે ચાલતા પ્રભુ, કંટકને પણ તું ફૂલ બનાવે
અસહાય બની જ્યાં હું જાઉં, પ્રભુ સહાય તું તો તરત કરે
કદમ મારાં જ્યાં ડગમગે, પ્રભુ તું તો મારો સહારો બને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)