ઢીલો ના થાવા દેજે, ઢીલો ના પડવા દેજે, જીવનમાં રે સંયમના દોરને
તાણજે ના જીવનમાં એને એટલો રે, બનાવી દે રસકસ વિનાનું જીવનને
ભૂલતો ના જીવનમાં છે જરૂર એની, સમજી લેજે જરૂર છે એની રે
સંયમને ગણજે ને માનજે સાધના જીવનની, ડગલે ને પગલે પડશે જરૂર એની રે
હરેક રસ્તા જીવનના રે માંગશે સંયમ રે, પહોંચશો ના એના વિના મંઝિલે રે
છે જીવન સંયમની પાઠશાળા, શીખજે પાઠ જીવનમાં રે, કરી પાઠ પાકો જીવન શોભાવજે રે
સંયમે શોભા વધે જીવનની, સમજજે આ છે એ જીવનનુ સાચું ઘરેણું રે
સંયમનું હથિયાર વાપરવું પડશે જીવનમાં, નથી એના વિના તું કાંઈ પામી શકવાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)