હૈયાનું આંગણું કર્યું સાફ, તોય વસવા ખચકાઈ રહી
મંદિરે રોજ પુરાવામાં માડી, તને શી મજા આવી ગઈ
મંદિરે-મંદિરે મૂર્તિ તારી, તોય તું ક્યાંય જડી નહીં
તોય ઘંટડીના સૂરો સાંભળવા માડી, કેમ તું પુરાઈ રહી
મંદિરે-મંદિરે પ્રાણપ્રતિષ્ઠા તારી, નિષ્પ્રાણ કેમ બની રહી
ભાવભર્યું આમંત્રણ મળતાં તને માડી, હસતાં-હસતાં દોડી ગઈ
કરુણાથી ભરી આંખોમાં તારી, કરુણા સદા વરસી રહી
માનવ એ ઝીલે ના ઝીલે, તોય સદા તું એ વરસાવી રહી
વિવિધ પુકારે, વિવિધ રૂપ ધરી, ત્યાં તું સદા દોડી ગઈ
તોય વિવિધ રૂપોમાં તારા, માનવ મતિ સદા મૂંઝાઈ ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)