Hymn No. 452 | Date: 01-Jun-1986
|
|
Text Size |
 |
 |
આંસુએ જીવનમાં દીધોં સાથ, ઘણો મોરી મા, આંસુએ દીધોં છે સાથ જનમતા એ વ્હેતા થયાં, વ્હેતા રહ્યાં એ વારંવાર, આંસુએ દીધોં છે સાથ દુઃખમાં સદાએ સરી પડયા, લાગી ના એમાં વાર, આંસુએ દીધોં છે સાથ હર્ષે હૈયું ઘેરાયું જ્યારે, આંસુ રહ્યા સદા તૈયાર, આંસુએ દીધોં છે સાથ તારા વિયોગે, હૈયું ઘેરાયું મા, આંસુ વહ્યાં અપાર, આંસુએ દીધોં છે સાથ સ્નેહીજનોના મેળાપમાં, આંસુએ કર્યો છે સત્કાર, આંસુએ દીધોં છે સાથ નિરાશામાં અટવાતા હૈયાનો, આંસુ ઉતારતું ભાર, આંસુએ દીધોં છે સાથ ભાષા જ્યાં મૌન બનતી, આંસુ કહી જતાં કંઈ સાર, આંસુએ દીધોં છે સાથ મનડાંના મેળમાં પ્રેમના પૂરમાં આંસુ દેતા સાથ, આંસુએ દીધોં છે સાથ મા તારા મિલનની ઘડી માટે, આંસુ રહ્યાં છે તૈયાર, આંસુએ દીધોં છે સાથ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|