ભૂતકાળ ભૂલી શકાયો નહીં, વર્તમાન સુધારી લેવાયો નહીં
ભવિષ્યની ચિંતા ઘેરી વળી `મા', તારી યાદ એ અપાવી ગઈ
કર્મની બેડી તૂટી નહીં, પણ આશાઓ તો તૂટતી રહી
નિરાશા સદા ઘેરી વળી `મા', તારી યાદ એ અપાવી ગઈ
હૈયે ક્રોધની જ્વાળા જલી રહી, જીવન બધું જલાવી રહી
તારા પ્રેમની આશા જગાવી ગઈ `મા', તારી યાદ એ અપાવી ગઈ
કામના હૈયે વળગી રહી, જીવનમાં સાચું-ખોટું કરાવી રહી
પછડાટ ઘણો એ અપાવી ગઈ `મા', તારી યાદ એ અપાવી ગઈ
આંખમાં કામ વસી જઈ, સંયમની દોરી ઢીલી થઈ
હૈયે અશાંતિ એ જગાવી ગઈ `મા', તારી યાદ એ અપાવી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)